નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ચીખલીમાં કાવેરી નદી ગાંડીતૂર થતા રિવરફ્રંટ પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પણ પ્રભાવિત થયા છે. કાવેરી નદી હાલ ભયજનક સપાટીથી 6 ફુટ ઉપર વહી રહી છે. કેલીયા ડેમમાંથી સતત પાણી છોડાતા જળસપાટીમાં વધારો નોંધાયો છે.
નવસારીમાં ફરી એકવાર ભારે વરસાદ થતા શહેરના મોટાભાગના માર્ગો પર પાણી ફરી વળ્યા છે.વરસાદના કારણે પાલિકાએ શરૂ કરેલી બસ સેવા પણ બંધ કરવાની ફરજ પડી છે…હાલ તો નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે.