Satya Tv News

સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ
ખિસ્સા ભરતા અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ની વરસાદે ખોલી પોલ
ભારે વરસાદનાં પગલે જગ્યાએ રસ્તાઓ તેમજ કોઝવે ધોવાયા

સાગબારા તાલુકામાં ભારે વરસાદ ને કારણે ઠેર ઠેર નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા હતા. તો ક્યાંય મોટા પુલો ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ને અસર પહોંચી હતી.

સાગબારા તાલુકામાં સોમવારે પડેલા રેકોર્ડ બ્રેક વરસાદે ભારે ખાના ખરાબી સર્જી છે. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સાથે કોઝવે ઓને પણ નુકશાન થયું છે. સાગબારા ખાતે આવેલી સરકારી વિનિયન કોલેજની કમ્પાઉન્ડ વોલ પણ ભારે વરસાદ ને પગલે તૂટી પડી હતી, જે હજી તો ગયા વર્ષેજ બનાવી હતી. તો બીજી તરફ ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજની બે બાજુની કમ્પાઉન્ડ વોલ પણ ધરાશયી થતા નુકસાન થયું છે. તેમજ સોમવારે આખો દિવસ પડેલા સાંબેલાધાર વરસાદે ઠેર ઠેર જળ બંબાકાર ની સ્થિતિ નું નિર્માણ કર્યું હતું. સાગબારાનો નીચાણવાળો વિસ્તાર ભરવાડવાસમાં પાણીનો ધીરે ધીરે વધારો થતાં ભરવાડો જાતેજ રેસ્ક્યુ થઈ બહાર નીકળ્યા હતા. સેલંબા ખાતે આંબાવાડી ફળિયામાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

સાગબારા થી સોનગઢ જતા માર્ગે મહુપાડાના પુલ ઉપર પાણી ફરી વળ્યાં હતાં, જેના કારણે વાહન વ્યવહાર ને અસર પહોંચી હતી. તો તાલુકાના પાટ ગામે બે ફળિયાને જોડતો કોઝવે પણ ભારે વરસાદ ને લીધે ધોવાણ થતા ગ્રામજનો સહિત નિશાળે જતા બાળકોને અવરજવર માટે ભારે હાલાકીઓ વેઠવાનો વારો આવ્યો હતો.તો પાટ દતવાડા ખોપી રસ્તે દતવાડા પાસે આવેલ મોટો પુલ પણ મૂશળધાર વરસાદને પગલે ધોવાણ થતા કોન્ટ્રાક્ટરોની પોલો ખુલી જવા પામી છે. સાગબારા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા કોઝવે,નાળાઓ અને પુલો ધોવાતા કોન્ટ્રાક્ટરોની પોલ ખુલ્લી થઈ જવા પામી છે. સેલંબા થી પાચપીપરી જતા માર્ગે પુલનું વેરિકોટિંગ ધોવાયું છે. જ્યારે ડેડીયાપાડા અને નેત્રંગ તાલુકાની સરહદે આવેલ ગારદા અને મોટાજાંબુડા વચ્ચે આવેલ મોહન નદી પરનો પુલ પણ ધોવાયો છે. દેડીયાપાડાનાં મેડયુસાગ ગામ થી સીમમાં જતો રસ્તો તેમજ કોઝવે પણ ધોવાયો છે.

સાગબારા તાલુકામાં સોમવારે પડેલા સાંબેલાધાર વરસાદે તાલુકાના અનેકો વિસ્તારોમાં ભારે ખાના ખરાબી સર્જી છે જેમાં નાના કાકડીઆંબા મકરણ વચ્ચે મોટો પુલ તૂટી જવા પામ્યો છે. મહુપાડા મેઇન રોડથી દેવસાકી સાજનવાવ જતા રસ્તે કોઝવે સહિત રસ્તાને નુકસાન થયું છે. તો ચિત્રાકેવડી કોડબા વચ્ચે નાળુ ધોવાયું છે. ગોળદા થી અમિયાર વચ્ચે પણ નાળુ ધોવાણ થયું છે. તો ડોધનવાડી થી સોરતા વચ્ચે ઉનાળામાં જ બનાવેલો મોટો પુલની બંને સાઈડો ધોવાઈ જતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થઈ ગયો છે. તેવીજ રીતે તાલુકામાં અનેક જગ્યાએ નાળાઓ ધોવાણ થવા પામ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા, સત્યા ટીવી દેડીયાપાડા

error: