Satya Tv News

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં પતિ-પત્ની વચ્ચે વિવાદ વધુ ઘેરો બનતા ગુસ્સામાં આવેલી પત્નીએ ક્રિકેટના બેટથી પતિ પર થર્ડ ડિગ્રી ઘા માર્યો. પત્નીએ બેટથી મારી-મારીને પતિને અધમૂઓ કરી નાખ્યો. પ્રાપ્ત જાણકારી મુજબ ભોજન કર્યા વગર પતિ ઊંઘી જવાથી પત્ની એટલી નારાજ થઇ કે પત્નીએ પતિને ક્રિકેટના બેટથી બેરહેમીપૂર્વક માર્યો. પતિને આટલો બેરહેમીપૂર્વક માર્યા બાદ તેના માથા પર 15 ટાંકા લગાવવામાં આવ્યાં છે.

ઘટના મુજબ મંગળવારે રાત્રે 11 વાગ્યે પતિ-પત્ની અમીન અને અનીશાની જોરજોરથી બૂમો પાડવાનો અવાજ આવતો હતો. ત્યારબાદ ઘરની બહાર ઘણા પાડોશીઓ એકત્રિત થયા હતા. તો થોડા સમય બાદ પત્ની અનિશા પોતાના પતિને બેટથી મારવા લાગી. ત્યારબાદ ત્યાં હાજર રહેલ દરેક માણસ હેરાન રહી ગયો. અનીશા તેના પતિ પર સતત બેટથી હુમલો કરી રહી હતી અને તેનો પતિ અમીન બૂમો પાડતો હતો. ઘટના બાદ હવે પોલીસનુ કહેવુ છે કે અમીનના પરિવારજનોએ મહિલા સામે એક ફરિયાદ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અનિશા થોડા સમય સુધી પોતાના પતિના ખભા, માથા અને પગ પર બેટથી હુમલો કરતી રહી. જેનાથી અમીનના માથામાં ગંભીર ઈજા આવી છે અને ખૂબ લોહી વહ્યું હતુ.

error: