Satya Tv News

રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે મેઘરાજાએ નવસારીને ઘમરોળ્યું હતું. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે જ્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નવસારીની પુર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસતા ભારે તારાજી સર્જાઇ છે. જેને લઈ શાંતાદેવી રોડ વિસ્તારની સ્થિતિ અતિ ગંભીર બની છે. આ સાથે શાંતાદેવી રોડ વિસ્તારમાં 5 હજાર લોકો અસરગ્રસ્ત બન્યા છે. વિગતો મુજબ શાંતા દેવી રોડ પર 7 ફૂટ અને શહેરના માર્ગો પર એક માળની ઉંચાઇ સુધી પાણી ભરાયા છે.

નવસારીનીકાવેરી નદીમાં ઘોડાપૂર બાદ પૂર આવવાથી ચીખલીમાં કમરસમા પાણી ભરાયા છે. આ સાથે ચીખલીના નગી મોહલ્લા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ તરફ પોલીસ કર્મચારીએ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું છે. જેમાં ચીખલીના PSIએ 2 વર્ષના બાળકનું રેસ્ક્યુ કર્યું હતું. આ સાથે NDRFની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે.

error: