વાગરા ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્ધારા સ્વચ્છતા પખવાડિયાની કરાઈ ઉજવણી
૧૦ થી વધુ ગામોમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યુ
સાત હજાર માસ્ક અને સાબુનું કરાયુ વિતરણ
સેંકડો મહિલા ઓને સેનેટરી નેપકીન આપવામાં આવ્યા
વાગરામાં આવેલ ગેલ ઇન્ડિયા લીમીટેડ કંપની ગંધાર દ્ધારા સ્વચ્છતા પખવાડિયા ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.અનેક સ્કૂલોમાં કવીઝ અને પેન્ટિગ હરીફાઈ રાખવામાં આવી હતી.સ્વચ્છતા અભિયાન હેઠળ લોકોમાં જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.લોકોના સ્વાસ્થય જળવાઈ એ હેતુસર માસ્ક અને નીમ સાબુ નું કેટલાક ગામોમાં વિતરણ કરવામાં આવ્યુ હતુ.
વાગરામાં આવેલ ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્ધારા દર વર્ષે સ્વચ્છતા અભિયાન હેઠળ આસપાસના ગામોમાં જાગૃતિ લાવવા સતત પ્રયાસ કરી રહી છે.જેના ભાગરૂપે મછાસરા,ચાંચવેલ, ઉમરાજ,રોઝા ટંકારીયા ગામે કવીઝ અને ડ્રોઈંગ હરીફાઈ રાખવામાં આવી હતી.સાથે અનેક ગામના લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વિશેષ સમજ પુરી પાડવામાં આવી હતી.જ્યારે લોકોના સ્વાસ્થય ને ધ્યાને લઇ નજીક ના ગામોમાં ૭૦૦૦ જેટલા માસ્ક અને નીમ સાબુ નું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ગેલ ના કર્મચારીઓ એ ઝાડુ ઉઠાવી કચરો સાફ કરી સમાજ માં એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો.કંપની દ્વારા હેલ્થ ના લઈ ને ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે.ગેલ ના મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા સેંકડો મહિલાઓને સેનેટરી નેપકીન આપવમાં આવ્યા હતા.આ અંગે ગેલ ઇન્ડિયા ના સી.જી.એમ સંજય મુશલગાંવકર એ લોકો ને સ્વચ્છતા પર ધ્યાન આપી પોતાના સ્વાસ્થય ને સુરક્ષિત કરવા આહવાન કર્યું હતુ.
સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણીમાં ગેલ ઇન્ડિયા ના સી.જી.એમ સંજય મુશલગાંવકર,જી.એમ અરીન્ડમ દાસ એચ આર હેડ સિધીકંઠ દાસ,સુનિતા થોમસ,અરવિંદ કિરણ,અંકુર ગુપ્તા તેમજ કોન્ટ્રાકટ કર્મી નશરીન પટેલ સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા