વાગરા પોલીસે ૧૪ મોબાઈલ સાથે બે પંજાબીને ઝડપી પાડયા
૬૬૦૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લીધો
બંને આરોપી ભરૂચ ની એક હોટલ માં રોકાયા હતા
વાગરા પોલીસે બચ્ચોકા ઘર પાસે થી પસાર થતા બે ઇસમો ને ૧૪ મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.બન્ને આરોપીઓએ સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોબાઈલ ખરીદીના બિલો રજૂ નહિ કરતા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં ૬૬૦૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
પ્રવર્તમાન સમયમાં મોબાઈલ રસિયાઓ માં મોબાઈલ નો ક્રેઝ સતત વધતો જાય છે.નાના હોય કે મોટા સૌને જમવાનું ના મળે તો ચાલે પણ મોબાઈલ તો જોઈએ જ.તો બીજી તરફ દિનપ્રતિદિન મોબાઈલ ની ચોરીઓ થવાના અનેક કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.ચોરો રોજ બરોજ પોતાને હાથ મોબાઈલ લાગી જાય એ માટે માર્કેટમાં ઉધામા મારતા રહે છે.જેને ધ્યાને લઇ વાગરા પોલીસ સતર્ક બની હતી.ગતરોજ વાગરા પોલીસ સ્ટાફ ના જવાનો મહેન્દ્રભાઈ,શેતાનસિંહ, ભોપાભાઈ,સુરેશભાઈ અને સંજયભાઈ વાગરા ટાઉન માં પેટ્રોલિંગમાં હતા.દરમિયાન બાતમી મળી હતી કે બે અજાણ્યા ઈસમો એક કાળી થેલીમાં અને થેલા માં શંકાસ્પદ મોબાઈલ લઈ હનુમાન ચોકડી થી વાગરા નગર તરફ આવી રહ્યા છે.પેટ્રોલિંગ માં રહેલ પોલીસે બચ્ચોકા ઘર પાસે વોચ ગોઠવી હતી.ત્યાં થી પસાર થતા બન્ને ઈસમો ને અટકાવી તેમની પાસે રહેલ થેલી ચેક કરતા તેમાં શંકાસ્પદ મોબાઈલ મળી આવ્યા હતા.જે અંગે તેમની પૂછતાછ કરતા કોઈ જ સંતોષકારક જવાબ નહિ મળતા અને તેના બિલો કે આધાર પુરાવા રજૂ નહિ કરી ઉડાઉ જવાબ આપતા વાગરા પોલીસે
મંગલસિંગ અજિતસિંગ શીખ અને મરજીતસિંગ સુખદેવસિંગ મજમીશીખ બંનેવ,રહે બુટ્ટર સિવિયા ગાવ થાના મેહતા ચોક જિલ્લા અમૃતસર,પંજાબ અને હાલ રહે હોટલ સંજરી ભરૂચ રેલવે સ્ટેશન ની સામે રોકાયેલ હોવાનું જણાવેલ હતુ. વાગરા પોલીસે બન્ને ઈસમો પાસેથી અલગ અલગ કંપની ના ૬૬૫૦૦/- ₹ ના ૧૪ મોબાઈલ કબ્જે લીધા હતા.સદર મોબાઈલ ચોરીના કે છળકપટ થી મેળવેલ હોવાનું જણાતા પોલીસે સી.આર.પી.સી ની કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે લીધા હતા.જ્યારે બન્ને સામે ૪૧(૧) ડી મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા.