Satya Tv News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરી દીધું છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. તેમણે અહીં કહ્યું હતું કે, કોરોના છતાં પણ 28 મહિનામાં એક્સપ્રેસ વે બનીને તૈયાર થયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 296 કિમી લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કરી દીધું છે. આ અત્યાધુનિક એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના બુંદેલખંડથી 7 જિલ્લામાંથી પસાર થશે. તેનાથી સ્થાનિક લોકોને રાજધાની દિલ્હી સુધી પહોંચવામાં સરળતા રહેશે. સાથે જ આ વિસ્તારની અર્થવ્યવસ્થામાં ખૂબ જ સુધારો આવશે. પીએમ મોદીએ ફેબ્રુઆરી 2020માં બુંદેલખંડ એક્સપ્રેવની આધારશિલા રાખી હતી

error: