Satya Tv News

શિવસેનાના 40 ધારાસભ્યો સાથે એકનાથ શિંદેના બળવા બાદથી ઉદ્ધવ ઠાકરેને અનેક રાજનીતિક આંચકા લગી ચૂક્યા છે. ધારાસભ્યો બાદ હવે સ્થાનિક સંસ્થાઓના કાઉન્સિલરો અને સ્થાનિક કાર્યકરો પણ શિંદેના જૂથમાં સતત સામેલ રહ્યા છે. શુક્રવારની રાતે પાલઘરના શિવસેનાના પદાધિકારીઓ, જિલ્લા પરિષદના સદસ્યો વરિષ્ઠ કાર્યકર્તાઓએ શિંદે ગુટને પોતાના સમર્થનનું એલાન કર્યું હતું. આ અવસર પર પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, ધારાસભ્ય શ્રીનિવાસ વનાગ અને જિલ્લા પ્રમુખ સહિત અનેક સ્થાનિક કાર્યકર્તાઓ હાજર હતા. આ બધા લોકોએ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી છે.

એકનાથ શિંદેના બળવાના શરૂ થયાના થોડા દિવસ બાદથી જ પાલઘર જિલ્લાના શિવસેનાના મોટા ભાગના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની વચ્ચે એક હલચલ મચી ગઈ હતી. ત્યારબાદ શુક્રવારે રાતે મોટી સંખ્યામાં પાલઘરના શિવસેનાના અધિકારીઓ અને કાર્યકર્તા મુંબઈના આનંદવન બંગલામાં જઈને શિંદે ગ્રુપમાં સામેલ થઈ ગયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી શિવસેનાના કાર્યકર્તાઓમાં શિંદે ગ્રુપના પક્ષમાં એક મજબુત ઝુકાવ જોવા મળી રહ્યો છે. બળવાખોર ધારાસભ્યોની દરેક જિલ્લામાં પોતાની તાકાત દેખાડવાની સંભાવના છે. એટલા માટે હવે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપ માટે એક મોટો માથાનો દુ:ખાવો સમજવામાં આવી રહ્યો છે.

એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના લગભગ 40 ધારાસભ્યોએ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે બળવો કર્યો હતો. જેના કારણે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું હતું. ત્યારબાદ બીજેપીના સમર્થનથી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદની ખુરશી સંભાળી છે અને બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

error: