ઘણા લોકોને એવી ટેવ હોય કે આપણને એમ થાય, કે હેં, આવુ તે કંઇ હોતું હશે. કોઇને ચોક-સ્લેટપેન ખાવાની ટેવ તો કોઇને ચૂનો ખાવાની. અરે દિવાલ પણ ઘણા લોકોને ખોતરી ખોતરીને ખાઇ જાય. પરંતુ શું તમે કદી એવુ સાંભળ્યુ છે કે વાળ ખાવાની ટેવ હોય ! તો હા, આવુ પણ જોવા મળ્યુ છે દાહોદમાં. દાહોદમાં 15 વર્ષની કિશોરીના પેટમાંથી 2 કિલો 3 ગ્રામ વાળ નીકળ્યા !
આ ચોંકાવનારો કિસ્સો દાહોદના ફેતપુરા તાલુકાના એક ગામનો છે. જ્યાં બાળકીને સતત પેટમાં દુઃખાવાની ફરિયાદ રહેતી હતી. છેલ્લા ત્રણ માસથી પેટમાં દુખાવો અને ઊલટી થતા તેને દાહોદની કેર હોસ્પિટલમાં નિદાન માટે લઇ જવામાં આવી. જ્યાં તપાસ કરતા સામે આવ્યુ કે બાળકીના પેટમાં ગાંઠ છે. કિશોરીનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યુ. ઓપરેશન કરતા કિશોરીના પેટમાંથી 20-12 સેમી આકારની ગાંઠ સ્વરૂપે 2 કિલો 300 ગ્રામ વાળ નીકળ્યા. કિશોરીને વાળ ખાવાની ટેવ હોવાથી જઠરમાં વાળની ગાંઠ બની ગઇ હતી.