અંકલેશ્વર પેટ્રોલ પંપ પર હવા ભરવાનું મશીન ચાલતું નહિ હોવાના કારણે મચાવી ધમાલ
ફોરવીલ ગાડીમાં આવેલા લોકોએ લાકડીના સપાટા સાથે પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો
પેટ્રોલ પંપના સંચાલક પાસે નાણાંની માંગણી કરાઈ હોવાના પણ આક્ષેપ
પોલીસ ફરિયાદ નોંધાવવા પેટ્રોલ પંપ સંચાલકની તજવીજ
અંકલેશ્વરના માંડવા નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર હવા ભરવાનું મશીન નહિ ચાલતું હોવાની બાબતે કારમાં આવેલા યુવાનોએ બબાલ મચાવી હતી. પંપના કર્મચારીઓને લાકડીઓ વડે માર માર્યો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
અંકલેશ્વરના માંડવા નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર ફોર વ્હિલર ગાડીમાં કેટલાક યુવાનો શુક્રવારે આવ્યા હતા. કારમાં હવા ભરાવવા જતા મશીન ચાલતું ન હોય જેને લઈ બબાલ મચાવી હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે કારમાં આવેલા યુવાનો મારા મારી ઉપર ઉતરી આવ્યા હતા.કારમાંથી લાકડાનો દંડો કાઢી પેટ્રોલ પંપ ઉપર ધમાલ મચાવવા સાથે કર્મચારીઓને ફટકારતા ભારે હોબાળો મચી ગયો હતો. આ તમામ ગતિવિધિ અને મારા મારીની ઘટના પંપ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કારમાં આવેલા યુવાનોએ પેટ્રોલ પંપના કર્મચારીને માર જ માર્યો ન હતો પણ નાણાંની માંગણી પણ સંચાલક પાસેથી કરાઈ હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે.
હાલ મારા મારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. કારમાં આવેલા યુવાનો સામે પેટ્રોલ પંપના સંચાલકે પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ તજવીજ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર ઘટના અંગે સાચી હકીકત બહાર આવી શકે છે. જોકે હવા ભરવાનું મશીન બંધ હોવા મુદ્દે થયેલી મારા મારી અને બબાલે હાલ લોકોમાં ભારે કુતુહલ સર્જ્યું છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર