વિપક્ષ નેતા દ્વારા પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરવામાં આવી
પેમેન્ટ અટકાવી તપાસ કરવામાં આવે તેવી માંગ
અંકલેશ્વર શહેરમાં તમામ માર્ગ અને ગટર,પેવરબ્લોકની તકલાદી કામગીરી સામે પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી પેમેન્ટ અટકાવી તપાસ કરવામાં આવે તેવી વિપક્ષના નેતાએ માંગ કરી છે.
અંકલેશ્વર નગરમાં તમામ રસ્તાઓ હાલ અત્યંત બિસ્માર બન્યા છે. લોકોનું પસાર થવું જ અકસ્માતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે.આવા સમયે વિપક્ષ કોંગ્રેસે પાલિકા પ્રાદેશિક કમિશનરને રજુઆત કરી આર.સી.સી. ડામર રસ્તા અને પેવર બ્લોકના કામમાં વેઠ ઉતારનાર કોન્ટ્રાક્ટરોના બીલના ચુકવણા અટકાવવા માંગ કરી છે. સાથે જ વિજિલન્સ તપાસ ગોઠવી કસુરવારો સામે કાર્યવાહી કરવા રજુઆત કરાઈ છે. સાથે જ વોર્ડ નંબર 5, 8 માં સમાવિષ્ટ સુરતી ભાગોળ સહિતના માર્ગો નવેસરથી બનાવવા પણ માંગણી કરવામાં આવી છે.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર