ભરૂચ જુના સરદાર બ્રિજ પર ટેમ્પો રેલીગ સાથે અથડાયું
ટેમ્પો અથડાતા ટેમ્પાની ઉપરની કેબિન અલગ પડી
ડ્રાઈવર ને માથા ભાગે ઇજા ,જ્યારે ક્લીનરનો આબાદ બચાવ
ભરૂચ જુના સરદાર બ્રિજ પર ટેમ્પો પૂર ઝડપે સરદાર બ્રિજ પરથી પસાર થતાની સાથે જ એંગલ સાથે ભટકાયું હતું અને ટેમ્પાનું ઉપરનું કેબિન છૂટું પડી જવા પામ્યું હતું જેમાં ટેમ્પા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચ અંકલેશ્વર સ્ટેટ હાઇવે ઉપર ઝાડેશ્વર નજીક બનેલા સરદાર બ્રિજ નબળો થઈ જતા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી ભારે વાહનોની આવા ગમન માટે સરદાર બ્રિજ પર એંગલ લગાડી બંધ કરવામાં આવ્યો છે. તે છતાં કેટલાક વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થવાના પ્રયાસો કરતા અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. આજરોજ પણ સવારે એક ટેમ્પો પૂર ઝડપે સરદાર બ્રિજ પરથી પસાર થતા ની સાથે જ એંગલ સાથે ભટકાયું હતું અને ટેમ્પાનું ઉપરનું કેબિન છૂટું પડી જવા પામ્યું હતું જેમાં ટેમ્પા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે ક્લીનરનો આબાદ બચાવ થયો હતો..
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ