શિનોર તળાવમાં માછલી પકડવાની ઝાળમાં ફસાયુ મગરનું બચ્ચું
વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી નર્મદામાં છોડ્યું
નર્મદામાં છોડી મૂકવામાં આવતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
શિનોર તાલુકા ના મોટા ફોફળિયા ગામની સીમમાં આવેલ તળાવમાં માછલી પકડવાની ઝાળ માં ફસાયેલા મગર ના બચ્ચાનું વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી નર્મદા નદી માં છોડી મૂકવામાં આવતાં ગ્રામજનોએ રાહત નો શ્વાસ લીધો હતો.
શિનોર તાલુકા ના મોટા ફોફળિયા ગામની સીમમાં આજરોજ આવેલાં તળાવમાં માછલી પકડવા માટે મૂકેલા માછલી ના ઝાળ માં એક મગર નું બચ્ચું ફસાયેલી હાલતમાં જોવા મળતાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી.આ ઉપરાંત માછલી ના ઝાળ મા મગર નું બચ્ચું ફસાયેલું હોવા અંગે ની વાત વાયુવેગે સમગ્ર ગામમાં પ્રસરી જતાં લોકો ના ટોળેટોળાં તળાવ ખાતે મગર ના બચ્ચા ને જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે સ્થાનિક રહીશો દ્વારા બનાવ સંદર્ભે શિનોર વન વિભાગ ને જાણ કરાતાં તાત્કાલિક શિનોર વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોંચી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરે ની ટીમ ને સાથે રાખી તળાવમાં માછલી ની ઝાળ માં ફસાયેલાં મગર ના બચ્ચા ને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં છોડી મૂકવામાં આવ્યું હતું.જો કે નર્મદા નદીમાં વસવાટ કરતાં મગરો મોટા ફોફળિયા ના તળાવ માં જોવા મળતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે મોટા ફોફળિયા ગામ થી 5 કિલોમીટર દૂર આવેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થવા પામી હતી.તે સમય દરમિયાન મગર નું બચ્ચું નદી ની બહાર આવી ગયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વિડિઓ જર્નલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર