યુપીના રામપુરમાં નેશનલ હાઈવે પર શાહજહાંપુર ડેપીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 46 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ ઘાયલો દ્વારા મળેલી જાણકારીના આધાર પર તેમના પરિવારજનોને સૂચના આપવાની સાથે જ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દીધા છે.
શાહજહાંપુર ડેપોની બસ રાત્રે શાહજહાંપુરથી દિલ્હી જઈ રહી હતી. અહીં સિવિલ લાઈન્સ કોતવાલી વિસ્તારમાં રિવર સાઈડ ઈન પાસે ઝીરો પોઈન્ટ પર રોડવેઝની બસ સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત થતાં જ હોબાળો મચી ગયો હતો.
તાત્કાલિક હાઈવે પર તૈનાત ફોર્સ, 112 અને સિવિલ લાઈન્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ અને જે પણ વાહન મળ્યું તે દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પાંચ લોકોના મોત થઈ ગયા હતા