એક કિલો જામફળના ભાવ 300 રુપિયાથી વધીને 600 રુપિયા થઈ ગયા છે. કેરીની સીઝન ચાલી રહી છે પણ કેરીનો એક કિલોનો ભાવ 600 રુપિયા છે.
સામાન્ય રીતે 50 થઈ 100 રુપિયે ડઝનના ભાવે શ્રીલંકામાં પહેલા કેળા મળતા હતા અને આજે 300 રુપિયા તેનો ભાવ છે.
હાલત એવી છે કે, ઘણી વસ્તુઓના ભાવ અકલ્પનીય રીતે વધ્યા છે અને આ વસ્તુઓ આમ લોકોની પહોંચની બહાર થઈ ગઈ છે. જેમ કે સફરજનનો ભાવ પ્રતિ કિલો 1600 રુપિયા પહોંચી ગયો છે.ખાવા પીવાની તમામ વસ્તુઓના ભાવ આ દેશમાં વધી રહ્યા છે. પૈસાની તંગીના કારણે દેશમાં એમ પણ અછત જેવી સ્થિતિ છે અને જે પણ બચ્યુ છે તે બધા લોકો માટે ખરીદવુ શક્ય નથી. જાન્યુઆરીમાં સફરજન પ્રતિ કિલો 350 રુપિયે વેચાતા હતા અને આજે તેનો ભાવ 1600 રુપિયા છે.
જાન્યુઆરીમાં એક કિલો સંતરાની કિંમત 350 રુપિયા હતી, જે હવે વધીને 1500 રુપિયા થઈ ગઈ છે. એક નારિયેળની કિંમત જાન્યુઆરી મહિનામાં 50 થી 70 રુપિયા હતી તે વધીને 150 રુપિયા થઈ ગઈ છે.શ્રીલંકામાં ઘણી વસ્તુઓની અછત છે.આ એવી વસ્તુઓ છે જે વિદેશથી આયાત થતી હોય છે પણ શ્રીલંકા પાસે વિદેશી હુંડિયામણ ઓછુ છે ત્યારે આ સામાન આયાત કરી શકાય તેવી સ્થિતિ નથી. જેની અસર બજાર પર દેખાઈ રહી છે.
શ્રીલંકામાં ન્યુટ્રેલા 4500 રુપિયા પ્રતિ કિલો, કાજુ 6000 રુપિયે કિલો, બટર 1300 રુપિયે 100 ગ્રામ, ચીઝ 1500 રુપિયા 100 ગ્રામના ભાવે વેચાઈ રહ્યુ છે. બાકીના સામાનની કિંમત પણ ઘણી વધી ચુકી છે.