તમિલનાડૂના કલ્લાકુરિચીમાં રવિવારે ધોરણ 12ની એક વિદ્યાર્થિનીનું મોત થયા બાદ હિંસા ફેલાઈ ગઈ હતી. ગુસ્સે થયેલી ભીડે ન્યાયની માગ કરતા સ્કૂલમાં ઘૂસ્યા અને તોડફોડ કરી હતી. તેની સાથે જ સ્કૂલની બસોમાં આગ લગાવી દીધી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં ઉપદ્રવીઓ ઘટનાસ્થળે એકઠા થયા હતા. સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તો વળી તમિલનાડૂના ડીજીપીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, સ્કૂલની વિદ્યાર્થિનીનું મોત પ્રાકૃતિક રીતે થયું છે.
ઘટનાસ્થળ પર 500થી વધારે પોલીસકર્મીઓને તૈનાત કરી દેવમાં આવ્યા છે. પોલીસે સ્કૂલ પર હુમલો કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં, પોલીસ પાસે આ ઘટનાનો વીડિયો પણ છે.