રોગચાળો ફાટી નીકળવાની સંભાવના
વાગરા નગરમાં વર્ષો થી કાર્યરત દાળ મિલ ના માલિકે વરસાદમાં પલળી ગયેલ તુવેર દાળનો મસમોટો જથ્થો મિલ કમ્પાઉન્ડ ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી ટ્રેક્ટર મારફતે નિકાલ કર્યો હતો.સડી ગયેલ દાળ ની દુર્ગંધ ને કારણે નજીકમાં વસવાટ કરતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
વાગરામાં વર્ષોથી કાર્યરત દાળ મિલ માં દૈનિક અનેક ટન દાળનું ઉત્પાદન થાય છે. વાર્ષિક કરોડો નું ટન ઓવર ધરાવતી દાળમિલ પાસે વેસ્ટ ના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાની વિગતો સપાટી પર આવી છે.જેને પગલે મિલ સંચાલકો રહેણાક વિસ્તારમાં જ દાળ ના વેસ્ટનો નિકાલ કરી રોગચાળા ને આમંત્રણ આપી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.તાજેતર માં જ ભારે વરસાદના કારણે પાણી ભરાવાથી મિલમાં રહેલ અનેક ટન દાળ વરસાદી પાણીમાં પલળી જવાથી દાળ નો બગાડ થયો હતો.જેથી મિલ તેમજ આસપાસના વિસ્તારમાં દુર્ગંધનું વાતાવરણ સર્જાયુ હતુ.અત્રે નોંધનીય છે કે મિલ માલિકે બગડેલી દાળનો નિકાલ ગામના રહેણાક નજીકના અને મિલ ની બાજુમાં આવેલ રોડ ની નજીક માં આવેલ ખુલ્લી જગ્યા માં જ ખાડો ખોદી દુર્ગંધ મારતી દાળનો નિકાલ કરાયો હતો.દાળ વેસ્ટ ને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા લોકોમાં બીમારી ફેલાવાની દેહશત પ્રવર્તી રહી છે.મિલ સંચાલકોએ જેસીબી વડે ખાડો ખોદી અને પલળેલી દાળ ટ્રેક્ટરમાં ભરી તેને ખુલ્લી જગ્યામાં પધરાવી દેવામાં આવી હતી.આ અંગે મિલ મલિક દ્વારા સંબંધિત વહીવટી તંત્રની કોઈપણ જાત ની મંજરી મેળવ્યા વગર બગડી ગયેલ ખરાબ દાળ પર માટી ફેરવી દેવાનું ગેરકાયદેસર કૃત્ય કરાયુ હોવાની વ્યાપક ચર્ચાઓ વાગરા નગરમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.

સંબંધિત તંત્ર સ્થાનિકો કોઈ બીમારીનો ભોગ બને એ પહેલા જ મિલ માલિક વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરે અને બગડેલી અનેક ટન દાળનો યોગ્ય જગ્યાએ નિકાલ કરાવે તેવી માંગ સમજુ નાગરિકો દ્વારા કરવામાં આવી છે.જોકે તંત્ર દાળમિલ ના માલિક વિરુદ્ધ કેવા પ્રકાર ની કાર્યવાહી હાથ ધરશે તે સમય આવ્યે જ ખબર પડશે.બાકી હાલ તો મિલ નજીક વસતા સ્થાનિકો દાળ ની દુર્ગંધ નો શિકાર બની ભારે હાલાકી ભોગવી રહયા છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા