Satya Tv News

નાઈટશીપ નોકરી જતી વખતે 8 જેટલા અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

ઝઘડિયા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તાપસ

એન્કર :
ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રાત્રી પર ફરજ પર જતા યુવાન પર 8 જેટલા લોકોએ જીવલેણ હુમલો કરતા ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વીઓ :
ઝઘડિયા તાલુકા દધેડા ગામની બાપુનગરીમાં હાલ રહેતો અને મૂળ બિહારનો યુવાન સુમન અનિલ ચૌધરી પોતાના ઘરેથી આરતી કંપની ખાતે નાઈટ શીપમાં સાયકલ લઈને ફરજ પર જતો હતો. તે સમયે અનુપમ રસાયણ કંપની પાસે સાત થી આંઠ જેટલા અજાણ્યા ઈસમોએ તેને રસ્તામાં રોકી કોઈક રઈશ રાખી જીવલેણ હુમલો કર્યો હતો. જેને અનિલને ગંભીર ઈજાઓ પહોંચતા ગંભીર અવસ્થામાં સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ મામલે ઝઘડિયા પોલીસે જીવલેણ હુમલા સંદભૅ ગુનો નોંધી અજાણ્યા હુમલાખોરોનું મેળવવાની કવાયત હાથ ધરી છે.

error: