રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ બંધ કરવામાં આવી છે. જોકે તેનું કારણ પણ એકદમ નવાઈ પમાડે તેવું છે. મળત વિગતો મુજબ ભર ચોમાસે નદીમાં પાણી ન હોવાથી ક્રુઝ બોટ બંધ કરવામાં આવી છે. લ્યો બોલો આટલો બધો વરસાદ આવવા છતાં પણ નદીમાં પાણી નહિ હોવાને કારણે આ બોટ બંધ કરાઇ છે. જોકે આગામી સમયમાં નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે અને વિયર ડેમ ભરાય ત્યારે ક્રૂઝ બોટ શરૂ થશે તેવું સામે આવ્યું છે.
નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ લગભગ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જોકે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલતી ક્રુઝ બોટ પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર છે. જોકે હવે ભારે વરસાદ પણ અચાનક ક્રુઝ બોટ સેવ બંધ કરી દેવાઇ છે. જેને લઈ અનેક પ્રવાસીઓ મુંજાયા છે. આ તરફ એવી વાત સામે આવી છે કે, ભરચોમાસે નદીમાં પાણી ન હોવાથી આ ક્રૂઝ બોટ સેવા બંધ કરાઇ છે.
નર્મદાની ક્રુઝ બોટ સેવાની વાત કરીએ તો હવે પછી જ્યારે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે આ સેવા ફરી ચાલુ થઈ શકે છે. આ સાથે વિયર ડેમ ભરાવા પર પણ ક્રૂઝ બોટ શરૂ થશે. જોકે હાલતો ભર ચોમાસે નદીમાં પાણી ન હોવાથી ક્રુઝ બોટ બંધ કરવામાં આવતા અનેક મુસાફરો નિરાશ બન્યા છે.