નર્મદા ડેમને લઇ એક સારા સમાચાર આવ્યાંડેમની સપાટીમાં થઇ રહયો છે વધારોઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ સપાટીમાં વધારો
ગુજરાતના સૌથી મહત્વના ડેમ એવા નર્મદા ડેમને લઇ એક સારા સમાચાર આવ્યાં છે.
ઉપરવાસમાં વરસી રહેલાં ભારે વરસાદના કારણે ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે.
કેવડીયા ખાતે આવેલાં નર્મદા ડેમની સપાટી 120.52 મીટરે પહોંચી ચુકી છે જયારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. 121.82 મીટરની સપાટી બાદ ડેમના દરવાજા શરૂ થાય છે. મધ્યપ્રદેશમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાં પાણીની આવક થઇ રહી છે જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 2 સેમી જેટલો વધારો થઇ રહયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટી 30 સેમી જેટલી વધીને 120.52 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે જેની સામે હાલ સપાટી 120.50 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 30 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા તે પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી 54,890 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવરમાં 1323.21 MCM લાઈવ પાણીનો જથ્થો છે. ડેમમાંથી સિંચાઇ માટે કેનાલમાં 4,627 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સારા વરસાદને પગલે આ વર્ષે નર્મદા બંધ 138.68 મીટર સુધી પાણી ભરાશે એવી શક્યતા વધી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી નર્મદા