વડોદરા શહેર વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધ્યું
લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા
આજવા થી પાણી છોડવામાં આવતા થયો વધારો
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ના પાણીના સ્તરમાં વધારો થયો છે , આજવા સરોવર માં ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે સપાટી માં વધારો થતા આજવા થી પાણી છોડવા માં આવતા વિશ્વામિત્રી નદી ની સપાટી માં વધારો જોવા મળી રહ્યો છે,
આજવા સરોવર માં ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે સપાટી માં વધારો થતા આજવા થી પાણી છોડવા માં આવતા વિશ્વામિત્રી નદી ની સપાટી માં વધારો જોવા મળી રહ્યો છે,અને તેની સીધી અસર વડોદરા માં નીચાણવાળા વિસ્તારો માં જોવા મળી રહી છે,.જેમાં વડોદરા ના વડસર કોટેશ્વર ગામનખાતે રસ્તા પર પાણી આવી ગયા છે, જેને લઈ ને ગામ તરફ ના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે ઉપરાંત નજીક માં આવેલી કાંસા રેસીડેન્સીથી વડસર ગામ સુધીનો રસ્તો પણ સાવચેતી ને પગલે બંધ કર્યા છે. અને પોલીસ મૂકી દેવા માં આવી છે, સાથે વિશ્વામિત્રી નદી માં મગર તણાઈ આવવા ના પગલે લોકો માં દહેશત છે, જોકે વડોદરા માટે રાહત ની વાત એ છે કે શહેર માં વીતેલા 24કલાક માં વરસાદ રોકાઈ ગયો છે પરંતુ ઉપરવાસ માં વરસી રહેલા વરસાદ ના પગલે જળ સપાટીઓ માં વધારો થઈ રહ્યો છે. જેથી હાલ વડોદરા માં કેટલાક નીચાણવાળા વિસ્તારો માં ઘોડાપુર જેવી સ્થિત જોવા મળી રહી છે,
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા