Satya Tv News

ડ્રાઇવ અંતર્ગત ભરૂચ પોલીસની કાર્યવાહી અંગે રજૂઆત કરી
વાહનને આ રીતે નુકસાન કરવામાં ના આવે તેવી માંગણી

ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા કાર્યવાહી રૂપે શહેરમાં વાહનોની હવા કાઢવા અને વાહનોને નુકસાન પોહચાડવા બાબતે કોંગ્રેસ શહેર ડેલીગેશન દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ને રજૂઆત કરાઈ હતી

ભરુચ શહેર ની ટ્રાફિક સમસ્યા ની ફરિયાદો ના પગલે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી કાર્યવાહી કરવામાં આવી રહી છે.જેમાં ગતરોજ કેટલાક વાહનો ની હવા વાહનોની હવા કાઢવા અને વાહનોને નુકસાન પોહચાડવા ની ફરિયાદો ઉઠવા પામી હતી.જે મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી ની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડા ની કૉંગ્રેસ પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ રજૂઆત કરી હતી.જેમાં ટ્રાફિક નિયમો ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તે યોગ્ય છે પણ વાહન ને આ રીતે નુકસાન કરવામાં ના આવે તેવી માંગણી કરી હતી.

વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: