Satya Tv News

પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઘસુડી વિસ્તારમાં મંગળવારે રાત્રે ઝેરી દેશી દારૂ પીવાથી 7 લોકોના મોત થયા હતા. આરોપ છે કે, મંગળવારે રાત્રે હાવડાના માલીપંચઘરા વિસ્તારમાં દારૂ પીવાથી અનેક લોકો બીમાર પડ્યા હતા. મૃતકોના સંબંધીઓનો આરોપ છે કે, ઝેરી દારૂના કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 40થી વધુ લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.

error: