વડોદરા શહેરમાં વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાયા
દૂષિત પાણીની સમસ્યા ને કારણે રોગચાળાએ માઝા મૂકી
હોસ્પિટલોમા દર્દીઓની કતારો જોવા મળી
વડોદરા શહેરમાં વરસાદ ને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે અને દૂષિત પાણીની સમસ્યા ને કારણે રોગચાળાએ માઝા મૂકી છે.જેને લઈને હોસ્પિટલોમા દર્દીઓ ની કતારો જોવા મળી રહી છે
શહેરમાં ચોમાસાનો વરસાદ શરૂ થતા જ રોગ ચાળાએ માથું ઊંચક્યું છે. શહેરના ખાનગી અને સરકારી દવાખાનાઓ ની ઓપીડી શરદી-ખાંસી, તાવ, ઝાડા-ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે બીજી તરફ 32 અર્બન હેલ્થ સેન્ટર માં રોજની 100 થી વધુ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે જે અંગેનો કોઈ રેકોર્ડ આરોગ્ય વિભાગ પાસે નથી. ગત રોજ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા રોગ ચાળાના આંકડામાં માત્ર 364 અને ઝાડા ઉલટી ના 55 દર્દી બતાવ્યા છે.પરંતુ હકીકત એ છે કે શહેરના સયાજી હોસ્પિટલની ઓપીડી માં રોજ 2000 જેટલા દર્દીઓ આવી રહ્યા છે.પરંતુ એસ.એસ.જી હોસ્પિટલ ના સુપરિટેનડેન્ટ ડો.રંજન ઐયર કઈ અલગ જ ચિત્ર બતાવી રહ્યા છે.તેમનું કહેવું છે કે વરસાદને પગલે દર્દીઓ વધ્યાં છે જેમાં ખુલ્લો ખોરાક ખાવાથી અથવા દૂષિત પાણીને પગલે ઝાડા- ઉલટી, તાવના દર્દીઓ જોવા મળ્યા છે. હાલ 1120 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અને દૈનિક 800 જેટલા જ દર્દીઓ ઓપીડી માં દવા લેવા આવી રહ્યા છે.
પરંતુ ઓપીડી માં જઈએ તો 500 થી વધુ દર્દીઓ તો એક જ સાથે કતારો માં દેખાઈ રહ્યા છે તો સમગ્ર દિવાસનો આંકડો સમજી શકાય તેમ છે હોસ્પિટલ તંત્ર ડર ન ફેલાય અથવા તંત્ર નો બચાવ કરવા આંકડા પણ છુપાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા