ઓલપાડ ભાજપ સંગઠન દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો કાર્યકમ યોજાયો
હોદેદારોના હસ્તે 2500થી વધુ બહેનોને સાડી વિતરણ કરવામાં આવી
લાભાર્થી બહેનોએ સરકાર નો આભાર વ્યક્ત કર્યો
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના 2 વર્ષ પૂર્ણ થતા ઓલપાડ જીન ખાતે ભાજપ સંગઠન દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો કાર્યકમ યોજાયો હતો.
ભાજપ પ્રેદશ પ્રમુખ પાટીલના 2 વર્ષ પૂર્ણ થતા ઓલપાડ જીન ખાતે ભાજપ સંગઠન દ્વારા ગંગા સ્વરૂપા યોજનાનો કાર્યકમ યોજાયો હતો.જેમાં કૃષિ મંત્રી મુકેશ પટેલ અને ભાજપ સંગઠન ના હોદેદારોના હસ્તે 2500થી વધુ બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતી જ્યારે ઓલપાડ વિસ્તારમાં મોટી સંખ્યા ગંગા સ્વરૂપા યોજનાનો બહેનો લાભ લીધો હતો.રાજ્ય સરકારના કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના મંત્રી મુકેશ પટેલે ગંગા સ્વરૂપ બહેનો સાથે સંવાદ પણ કર્યો હતો. લાભાર્થી બહેનોએ સરકાર નો આભાર વ્યક્ત કરી દેશના વડાપ્રધાન મોદી ને બે હાથ ઊંચા કરી ને આર્શીવાદ આપ્યા હતા.
વિડિઓ જર્નલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ