ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયો
કાર્યક્રમમાં શાળાના ધોરણ 6, 7 અને 8ના બાળકોએ ભાગ લીધો
બાળકો દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી
ઝઘડિયા તાલુકાના સારસા ગામે પ્રા.શાળામા બાળમેળો યોજાયો હતો
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે ગતરોજ તા.૧૯ મીએ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં શાળાના ધોરણ છ સાત અને આઠના બાળકોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્ય સુરેશભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેવીકે સાયકલનું પંકચર બનાવવું, પ્રેસરકુકરનો ઉપયોગ કરવો, કેશ ગુંથણ, કાગળમાંથી વિવિધ ડિઝાઈન બનાવવી જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. શાળાના આચાર્ય સુરેશભાઇ સોલંકી સહિત અન્ય શિક્ષકો શારદાબેન સોલંકી, વિમળાબેન પટેલ, હેમંતભાઇ ચૌહાણ, બિપિનભાઇ પટેલ, પ્રિયંકાબેન પટેલ, ઝુલિયાબેન વસાવા દ્વારા બાળકોને બાળમેળા વિષે જરુરી સલાહ સુચનો આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
વિડિઓ જર્નલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા