ભરૂચ પગપાળા હજ યાત્રા માટે નીકળેલ યુવાનનું ઝંગાર હાઇવે પર સ્વાગત
હજ માટે જવાનાં નીર્ધાર સાથે પદયાત્રા નો પ્રારંભ કર્યો
જાહેર જનતા દ્વારા કરાયું સ્વાગત
બુધવારે સવારે ભરુચ થી વડોદરા તરફ પદયાત્રા નો પ્રારંભ કરી થઈ ઝંગાર હાઇવે પાટીયા પોહચેલા હજ યાત્રા એ જવા નીકળેલાં કેરળ નાં યુવા સિહાબ છોતરૂ નું માર્ગમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
૪૭ દિવસ પહેલાં મેં મહિનામાં પોતાના વતાનનું ગામ માલપુર /કેરળ થી પદયાત્રા (ચાલીને) સાઉદી અરેબિયા મક્કા શરીફ ખાતે હજયાત્રા જવા નીકળેલાં યુવાને મંગળ વારે ભરૂચ આવી પોહચી હાઇવે માર્ગે નબીપુર થઈ ઝગાર ગામ પાટિયા પાસે હોટલ પર માર્ગ માં આવતાં ગામો ની જનતાનું અભિવાદન ઝીલી ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું.સિંહાબ છોતરૂ રહે.માલપુર કેરળ થીનીકળી આગામી ૨૦૨૩ માં મક્કા સરીફ હજ માટે જવાનાં નીર્ધાર સાથે પદયાત્રા નો પ્રારંભ કર્યો હતોતેઓ ૬ જેટલાં દેશ દેસાવર થઈ મક્કા પોહચશે .તેઓ વાઘા બોર્ડર ક્રોસ કરી વાયા પાકિસ્તાન ઈરાન ઇરાક કુવૈત થઈ સાઉદી અરેબિયા મક્કા મદીના શરીફ પહોંચી આગામી વર્ષે યોજાનાર હજ માંસામેલ થવાનો નીર્ધાર કર્યો છે.રોજિંદા ૪૫ થી ૫૦ કિ. મી પગે ચાલી આગળ વધી રહ્યાં છે.તેઓ નું માર્ગમાં અનેક ઠેકાણે ગુજરાત ભરમાં સ્વાગત થઈ રહ્યું છેમક્કમ નિર્ધાર અને ધૈર્ય સાથે પોતાની સફર ને આગળ ધપાવી રહેલાં કેરળ ના યુવાનનું મનોબળ વધારવા અને હજ જેવા અહમ ફ્રરીજા ને પદયાત્રા દ્વારા પૂર્ણ કરવાના સિંહાબુદ્દીન સાથે સૌ લોકો ની દિલી દુઆ ઓ પણ સમેલે છે. .જે જાહેર જનતા દ્વારા કરવામાં આવતા સ્વાગત દરમ્યાન જોઈ સકાય છે.
વિડિઓ જર્નલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ