Skip to main content

Satya Tv News

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ભાડિયાપુરામાં એક વૃદ્ધનું મૃત્યું થયું, તો વરસતા વરસાદમાં ઘૂંટણસમા પાણીમાં વૃદ્ધની અંતિમયાત્રા કાઢવી પડી હતી. ભાડિયાપુરા ગામમાં વર્ષોથી સ્મશાનનો માર્ગ જ બન્યો નથી.

ગઈકાલે ભાડિયાપુરા ગામમાં એક વૃદ્ધનું મૃત્યું થયું હતું. જેથી વૃદ્ધની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ડાઘુઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને વરસતા વરસાદમાં નનામી લઈ જતા હતા. ભાડિયાપુરા ગ્રામજનોની પાયાની જરૂરિયાત વાળા બે કિલોમીટરના સ્મશાનનો માર્ગ જેમ બને તેમ વહેલી તકે બનાવાય તેવી લાગણી સાથેની માંગણી છે.

error: