એચ એસ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પેમ્પલેટ વિતરણ કરાયું
સીટ બેલ્ટ હેલ્મેટનો ઉપયોગ સહિત ટ્રાફિકના નિયમોની જાણકારી આપી
જંબુસર શહેર ટ્રાફિકમાં ફરજ બજાવતા વિજયસિંહ ચૌહાણે એચ એસ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે પેમ્પલેટ વિતરણ કરી ટ્રાફિક નિયમ જાળવવા અપીલ કરી હતી
આજના સમયમાં ઠેર ઠેર ટ્રાફિક જોવા મળી રહ્યો છે ઘરદીઠ વાહનો હોય છે અને દરેક વ્યક્તિ ઉતાવળમાં હોય છે એટલી તો જીંદગી ફાસ્ટ થઈ ગઈ છે અને દરેક વ્યક્તિએ ટ્રાફિક નિયમ જાળવી પોતાની અને બીજાની સુરક્ષા ઉપર પૂરતું ધ્યાન રાખવું જોઈએ હાલના સમયમાં રોડ દુર્ઘટનામાં વધારે બાળકોનો સમાવેશ થતો હોય છે તો ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાના અને બીજાના અમૂલ્ય જીવનને સુરક્ષિત બનાવવા જંબુસર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતાં વિજયસિંહ ચૌહાણે જંબુસર શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થી ભાઈ બહેનોને પેમ્પલેટ વિતરણ કરી ટ્રાફિક નિયમોથી જાગૃત કર્યા હતા.આ સહિત વધુ સ્પીડે વાહન ન ચલાવવા ખોટી રીતે ઓવરટેક નહીં કરવા ટુ વ્હીલરમાં ત્રણ સવારી ન કરવા ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાનું ટાળવુ સિગ્નલ્સ પાલન કરવું સીટ બેલ્ટ હેલ્મેટનો ઉપયોગ કરવો આ સહિત ટ્રાફિકના નિયમોની જાણકારી આપી જાગૃતિ ફેલાવી હતી જે સરાહનીય બાબત છે
વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર