Satya Tv News

ભરૂચ રોટરી કલબની પાછળ કલરવ સ્કૂલ પાસે ગટર ઉભરાય
સ્કુલના બાળકો ગટરના ગંદા પાણીમાંથી આવા જવા માટે મજબૂર
સ્કૂલના ગેટ પાસે જ ગટરનું પાણીનો ભરાવો

ભરૂચ વરસાદી માહોલ બાદ તો જાણે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રોટરી કલબની પાછળના ભાગે શાળા એ શિક્ષણ લેવા જતા નાના ભૂલકાઓને પણ હવે તંત્રની ઢીલાશનો ભોગ બનવો પડી રહ્યો છે

મુખ્ય માર્ગોથી લઇ અંતરિયાળ અનેક એવા વિસ્તારોમાં આજે પણ આ સમસ્યાનો સામનો લોકો રાબેતા મુજબ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચના વોર્ડ નંબર ૭ વિસ્તારમાં રોટરી કલબની પાછળના ભાગે શાળા એ શિક્ષણ લેવા જતા નાના ભૂલકાઓને પણ હવે તંત્રની ઢીલાશનો ભોગ બનવો પડી રહ્યો અને શિક્ષણ મેળવવા માટે ગંદકીમાંથી દિવસે બે-ત્રણ વાર પસાર થવાનો વારો આવ્યો છે.શહેરની આ શાળા પાસે તો વરસાદી અને ગટરનું મિશ્રણ વાળુ પાણી જાહેર માર્ગો ઉપર છે અને એ જ પાણી વચ્ચેથી પસાર થઇ બાળકો શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે.શાળાની દીવાલની સાથે જ આ ગંદુ પાણી ભરાયેલું નજરે પડે છે.. તો નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને જો કોઈ અસર થશે અને રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ

વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: