Satya Tv News

હાંસોટ તાલુકાના ઈલાવ ગામ સ્થિત આદર્શ કેળવણી મંડળ ઇલાવ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલ ઇલાવ તથા અલકાબા શાંતીલાલ વૈદ્ય પ્રાથમિક શાળામાં શાળા પંચાયત ચૂંટણી યોજવામાં આવી.જેમાં શાળાના તમામ વિદ્યાથીઓએ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો.

ટેકનોલોજીના ઉપયોગથી મોબાઈલ એપ વોટિંગ મશીન દ્વારા માધ્યમિક વિભાગ અને ઉમા. વિભાગમાં જી.એસ. તરીકે દિવ્યેશ ડી. પટેલ (ધો.૧૨) ઉપ. જી.એસ તરીકે સ્નેહા એમ. પટેલ(ધો. ૧૨) વિજેતા જાહેર થયા.પ્રાથમિક વિભાગમાં જી.એસ તરીકે ક્ષિતિજ એ. પટેલ (ધો.૮) અને ઉપ જીએસ તરીકે ધૃતિક એમ. પટેલ (ધો. ૮) વિજેતા જાહેર થયા. તમામ ઉમેદવારને બન્ને વિભાગના આચાર્યશ્રી તથા શાળા પરિવારે શુભેશ્છા પાઠવી હતી.

error: