અગારેશ્વર અને સુવા બાદ અરગામા ના કોંગ્રેસી આગેવાન અને કાર્યકરોએ ભાજપ નો ભગવો ધારણ કર્યો
અરગામા ગામના સરપંચ,ઉપ સરપંચ સહિત ના કાર્યકરો એ ધારાસભ્ય અરુણસિંહ રણા ના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો
વાગરા વિધાન સભા માં ભાજપ વધુ મજબૂત બનવા સતત પ્રયાસ કરી રહ્યુ છે.અંગારેશ્વર,સુવા ગામના કોંગ્રેસી આગેવાનોએ થોડા સમય પહેલા ભાજપ નો ખેસ પહેરતા રાજકારણ માં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો.ત્યાંજ વાગરા ના અરગામા ગામના સરપંચ,ઉપ સરપંચ સહિત ના કાર્યકરો એ ધારાસભ્ય અરુણસિંહ રણા ના હસ્તે ભાજપ નો ખેસ પહેરી કેસરીયો ધારણ કરતા રાજકારણમાં ભુચાલ આવી જવા પામ્યો હતો.
વાગરા વિધાન સભા મતવિસ્તાર માં રોજ બરોજ રાજકીય ઉથલ પાથલ થવાની વિગતો સપાટી પર આવી રહી છે.વિધાન સભા ક્ષેત્ર ના કેટલાયે કોંગી આગેવાનો અને કાર્યકરો ભાજપ માં જોડાતા આગામી વિધાન સભા ની ચૂંટણીમાં અસર થવાની સંભાવના દેખાઈ રહી છે.વાગરા વિધાન સભા બેઠક એક સમયે કોંગ્રેસ નો મજબૂત ગઢ ગણવા માં આવતી હતી.ગત વિધાન સભામાં કોંગ્રેસની પાતળી સરસાઈ થી હાર થવા પામી હતી.એક તરફ કોંગ્રેસ અંદરો અંદર ની લડાઈ માંથી બહાર આવી રહ્યુ નથી.તો બીજી તરફ ભાજપ વાગરા વિધાન સભા માં એક પછી એક કોંગ્રેસ ને ઝટકો આપી રહ્યુ છે. અંગારેશ્વર ના પીઢ કોંગ્રેસી આગેવાન અને કામદાર નેતા મહેશ પરમાર તેમના કાર્યકરો સાથે ભાજપ માં જોડાયા હતા. ત્યારબાદ સુવા ગામના માજી સરપંચ બાધરભાઈ ગોહિલ સાથે અનેક લોકોએ ભાજપનો દામન પકડ્યો હતો.કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ને પોતાની પાર્ટીમાં જોડવા ભાજપ ના આગેવાનો તનતોડ મેહનત કરી રહ્યા છે.વાગરા ના અરગામા ગામના સરપંચ ,ડે. સરપંચ સહિત ના કાર્યકરો ને ભાજપ માં જોડવામાં ભાજપ લઘુમતી મોરચા ના પ્રદેશ સભ્ય કાસમભાઈ રાજ અને દેરોલ ગામના માજી સરપંચ દિલાવર મલેક ની ભૂમિકા અહમ માનવામાં આવી રહી છે.ગતરોજ વાગરા ધારાસભ્ય અને ભાજપના આગેવાનો ના હસ્તે અરગામા ગામના સરપંચ અને કાર્યકરો ને ભાજપ નો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ક તરફ ગુજરાત માં આમ આદમી પાર્ટી પગપેસારો કરવા સખત મહેનત કરી રહી છે.તો બીજી તરફ કોંગ્રેસમાં કોઈ જ આક્રમકતા નહિ દેખાતા કોંગી કાર્યકરો માં ચર્ચા નો વિષય બનવા પામ્યો છે.હાલ તો વાગરા વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય અરુણસિંહ રણા ભારતીય જનતા પાર્ટી ને મજબૂત કરવા સફળ થતા હોય એમ જણાઈ રહ્યુ છે.નોંધનીય છે કે કોંગ્રેસ ના એક પછી એક અનેક આગેવાનો કોંગ્રેસ ને અલવિદા કહી ભાજપ માં જોડાઈ રહ્યા છે.તેમ છતાંય કોંગ્રેસ નું સ્થાનિક નેતૃત્વ જાણે કે કુંભકર્ણ ની નિંદ્રા માં પોઢી ગયુ હોય તેમ હાલ લાગી રહ્યુ છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા