Satya Tv News

દહેજ પંથકમાં આગ લાગવાની બીજી ઘટના આવી સામે
કડોદરા ગામ નજીક આવેલ વિલોવુડ કંપનીમા લાગી આગ
આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ
સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહિ

દહેજ પંથકમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં છાશવારે અકસ્માતે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે , છેલ્લા એક સપ્તાહમાં દહેજ પંથકમાં આગ લાગવાની આજે બીજી ઘટના સામે આવી હતી . જોકે કંપની કર્મચારીઓની સમય સુચકતાના કારણે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી

દહેજ પંથકના કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં અચાનક આગ ફાટી નીકળતા એક સમયે કામદારોમાં ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા . જોકે ઘટના અંગેની જાણ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના બે થી વધુ લાયબંબાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને તાત્કાલિક ધોરણે કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો .

વિડિઓ જર્નલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી દહેજ

error: