Satya Tv News

રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રોપદી મૂર્મુની ભવ્ય જીત
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના પાંચબત્તી ફટાકડા ફોડી ઉજવણી કરાય
કાર્યકરોએ એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાય

રાષ્ટ્રપતિના ઉમેદવાર દ્રોપદી મૂર્મુ ની જીત જિલ્લાભર માં ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી

એનડીએ અને ભાજપ દ્વારા પસંદ પામેલા રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે આદિવાસી મહિલા દ્રોપદી મૂર્મુ ઉમેદવારી નોંધાવી હતી. જેની ગતરોજ વિધિવત જીતની જાહેરાત થતા ભરૂચમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પાંચબત્તી વિસ્તારમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકાના સભ્ય દીપક મિસ્ત્રી દક્ષાબેન પટેલ સહિતના હોદ્દેદારો અને સભ્ય ઉપસ્થિત રહ્યા હતા

વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: