Satya Tv News

ભરૂચ અકસ્માતની ઘટના બાદ પોલીસ દ્વારા શહેરમાં સવારે 9થી રાતે 9 ખાનગી લકઝરીઓને શહેરમાં પ્રવેશવા ઉપર પાબંદી ફરમાવી દીધી છે. ભરૂચ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બનવા સાથે અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે આજરોજ સવારે શક્તિનાથ સર્કલ ખાતે ખાનગી લક્ઝરી બસના ચાલકે એક્ટિવા સવાર મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે બાદ સફાળા જાગેલ તંત્રએ શહેરમાં સવારે 9થી રાતે 9 ખાનગી લકઝરીઓને શહેરમાં પ્રવેશવા ઉપર પાબંદી ફરમાવી દીધી છે.

ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં કંપનીઓની શિફ્ટ બસોને લઈ ટ્રાફિકજામ અને અકસ્માતોની સમસ્યા જટિલ બની રહી છે.શહેરમાં ઝાડેશ્વર, એબીસી, શીતલ, કસક, શ્રવણ ચોકડી, શક્તિનાથ, તુલસીધામ, જ્યોતિનગર, કોલેજ રોડ ઉપર ખાનગી લકઝરી બસના કારણે ટ્રાફિક અવરોધાય રહ્યો છે. અને શાળા, કોલેજોના વિધાર્થીઓ, અન્ય વાહન ચાલકો અને લોકો અટવાઈ છે.આટલું જ નહીં કંપનીની શિફ્ટ બસો વિવિધ પોઇન્ટ, સ્થળ, ચોકડી ઉપર કર્મચારીઓને લેવા મુકવા ઉભી રહેતી હોય જોતજોતામાં ટ્રાફિકજામ વિકરાળ બની જાય છે.વળી આ લકઝરી બસો પેટ્રોપ પંપ ઉપર પણ ઇંધણ ભરાવવા ઉભી રહેતી હોય ટ્રાફિકજામ માટે નિમિત્ત બને છે. જ્યારે મુખ્ય માર્ગો ઉપર અને ચોકડીઓ સહિતના સ્થળે લકઝરી બસો ઉભી રાખતા કે પાર્ક કરાતા ટ્રાફિકને નડતર ઉભું થાય છે.

આ તમામ સ્થિતિને ધ્યાને લઇ સી ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં સવારે 9થી રાત્રીના 9 વાગ્યા સુધી ખાનગી બસોને શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવી દિધો છે.જો કોઈ લકઝરી આ પ્રતિબંધ નો ભંગ કરતા પકડાશે કે વાહન જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલી હાલતમાં ઝડપાયો તો તે લકઝરી બસ ડિટેઇન કરવામાં આવશે. સાથે આઈ.પી.સી. 238 મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

error: