Skip to main content

Satya Tv News

ભારત બાદ હવે અમેરિકામાં પણ મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. અહીં બે બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, કેલિફોર્નિયામાં એક બાળક તથા શિશૂમાં મંકીપોક્સની ઓળખાણ થઈ છે. બંને અમેરિકાના નિવાસી નથી.

કેરલમાં મંકીપોક્સથી ત્રીજો કેસ સામે આવ્યો છે. આ શખ્સ પણ પૂર્વમાં મળેલા સંક્રમિતની માફક યુએઈથી પરત ફર્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કેસોની પુષ્ટિ કેરલમાં થઈ છે. 35 વર્ષિય આ શખ્સ આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત અરબ અમીરાતથી કેરલ આવ્યો હતો. તેના સેમ્પલની તપાસમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી. કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે જણાવ્યું હતું કે, મલપ્પુરમનો રહેવાસી આ યુવક છ જૂલાઈના રોજ પોતાના ઘરે પરત ફર્યો હતો. તિરુવનંતપુરમના મંજેરી મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી છે. જોર્જના જણાવ્યા અનુસાર યુવતની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યુ છે કે, સંક્રમિતના સંપર્કમાં આવનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ અગાઉ 14 જૂલાઈએ પણ કેરલમાં મંકીપોક્સનો દર્દી મળી આવ્યો હતો. થોડા દિવસ બાદ બીજો કેસ પણ સામે આવ્યો હતો.

છેલ્લા 11 અઠવાડીયામાં મંકીપોક્સના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે. તેમાં લગભગ 13,000 દર્દી 65 જેટલા દેશોમાંથી મળી આવ્યા છે. કોવિડ મહામારીના અનુભવના કારમણે લોકો ચિંતિત છે કે ક્યાંક મંકીપોક્સ પણ એક મોટી મહામારી બનીને સામે ન આવે. પણ વૈજ્ઞાનિક કારણો પર ધ્યાન આપી, તો આવી થવાની શક્યતા બહુ ઓછી છે. આશ્વસ્તિના મુખ્ય કારણ એ છે કે, કોવિડ શ્વાસ સાથે જોડાયેલ વાયરસ છે અને છીંકવા અથવા ખાંસવાના કારણે ફેલાય છે. તો વળી મંકીપોક્સના પ્રસાર માટે પ્રભાવિત વ્યક્તિ સાથે, સીધી સંપર્કમાં આવવાથી થાય છે.

error: