ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે મોડી રાત્રે ડમ્પરે કાંવડિયાને ખચડી નાખ્યા હતા. જેમાં 5 ના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ કાંવડિયાહરિદ્વારથી જળ ભરીને ગ્વાલિયર તરફ જઈ રહ્યા હતા. તે સમયે ઝડપથી આવી રહેલા ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં 6 ના મોત થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ પોલીસે કરી લીધી છે.
પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે 7 કાંવડિયાઓને ઝપેટમાં લીધા હતા. જેમાં 5 ભક્તોના સ્થળ પર જ મોત થયા હતા. એક કાંવડિયાનું હોસ્પિટલમાં મોત થયું છે અને એક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આ ઘટના કોતવાલી સાદાબાદ બઢાર ચોક પર બની હતી. આ દુર્ઘટનાની સૂચના મળવા પર પોલીસ સ્થળ પર પહોંચી અને લાશને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
રાત્રે લગભગ સવા બે વાગ્યાની આસપાસ સાત કાંવડ શ્રદ્ધાળુઓને એક ડમ્પરે કચડ્યા હતા. જેમાં છના મોત થયા છે અને 1 ગંભીર રુપથી ઇજાગ્રસ્ત છે. આ પોતાના કાંવડ સાથે હરિદ્વારથી ગ્વાલિયર જઇ રહ્યા હતા. આગરા એડીજી, ડીઆઈજી સહિત બધા આલા અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. કાંવડિયાઓનો અકસ્માત કરીને ડમ્પર ચાલર ફરાર થઇ ગયો છે. પોલીસ તેની શોધ કરી રહી છે