ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કર્યો
e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો
e-FIR લોન્ચિંગ લાઈવ પ્રસારણ પોલીસ સ્ટેશન તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટરએ શરૂઆત
e-FIR થી મોબાઈલ અને વાહન ચોરીમાં હવે સામાન્ય નાગરિકોએ પોલીસ સ્ટેશનનાધક્કા ખાવા પડશે નહીં. કારણ કે ગુજરાત સરકારે ઓનલાઈન સેવાઓમાં વધુ એક સેવાનો ઉમેરો કરીને e-FIR સેવાનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
હવે રાજ્યના નાગરિકોને વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.આજ રોજ e-FIR લોન્ચિંગ લાઈવ પ્રસારણ જિલ્લા ના પોલીસ સ્ટેશન તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર, પોલીસ હેડક્વાટર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ એ મિડિયા ના માધ્યમથી જિલ્લાની પ્રજા ને e-FIR ઓનલાઈન સેવા માટે ની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઓનલાઈન સેવા થકી જિલ્લાના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે.FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. આ ઓનલાઈન ફરિયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. સાથો-સાથ પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે, જેથી ફરિયાદીને તેનો વીમા ક્લેઈમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે.આ રીતે e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકોને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવાની જરૂર નહીં રહે.
વિડિઓ જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ