Satya Tv News

વડોદરા મુલાકાતે આવ્યા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા
સરકારી ભરતી અંગે કરી મોટી વાત
અત્યાર સુધી 40 ટકા ભરતી કરી દેવામાં આવી છે : બ્રિજેશ મેરજા

રાજ્યકક્ષાનાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા આજે વડોદરાની મુલાકાતે છે. આ તકે તેમના વિભાગનાં મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત પણ લેશે. આવનાર દિવસોમાં રાજ્યમાં યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે અને સ્કીલબદ્ધ બને તે માટે તત્પરતા બતાવી હતી.તેમના હસ્તકમાં આવતા જિલ્લા પંચાયતનાં 17 સર્વંગોની કામગીરીનાં લેખાજોખા પણ કરશે. હતા.જુદા-જુદા કાર્યક્રમો થકી શહેરમાં શ્રમ અને રોજગારની સ્થિતિ અંગે માહિતી મેળવશે

આ તકે મિડીયા સાથે વાત કરતાં મંત્રી બ્રિજેશ મેરજાએ જિલ્લા પંચાયતમાં કર્મચારીઓની અછત મામલે જણાવ્યું હતુ કે રાજ્યની જિલ્લા પંચાયતમાં મહેકમ વધારવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવતાની સાથે જ મહેકમ વધારવા મંજૂરી આપી દીધી હતી. અત્યાર સુધી 40 ટકા ભરતી કરી દેવામાં આવી છે ત્યારે અમારી એક પણ ભરતીમાં ગેરરીતિ થઈ નથી. તેમ શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતુ. વધુમાં જણાવ્યું હતુ કે શ્રમિકોના કૌશલ્ય વધારી તેમને રજીસ્ટર્ડ કરવામાં ગુજરાત મોખરે છે. સમગ્ર દેશમાં રોજગારી આપવા બાબતે પણ ગુજરાત પ્રથમ સ્થાને છે.

આ સાથે જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ મામલે નિવેદન આપતા કહ્યું હતુ કે હાલ હું અહી કોઈ રાજકીય નિવેદન કરવા નથી આવ્યો. અમારા પ્રવક્તા અને પ્રમુખ સી.આર.પાટીલ ડંકાની ચોટ પર જવાબ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાનાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ તેમના વિભાગનાં પદાધિકારીઓ સાથે મળીને બેઠક કરી હતી. અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

બ્યૂરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા

error: