પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થિની પર ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાગદોડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
વિદ્યાર્થિનીને કોઈ વાંક-ગુના વગર નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા મારી જાતિવિષયક અપમાનિત કરી હતી. એ બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થિનીને ઈજા પહોંચતાં તેને પ્રથમ જંગરાલની સરકારી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.