Satya Tv News

ભરૂચ AAPનો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.
મોંઘવારીની માર સામે AAPના કાર્યકરો એ ફાંસી લગાવી કર્યો વિરોધ
પાંચબતી ખાતે કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન.

ભરૂચ આમઆદમી પાર્ટીનો વધતી જતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો

ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાંધણગેસ અને તેલ અને શાકભાજીના ભાવ વધતા ગૃહણીઓનું બજેટ પણ ખોરવાયું છે.ત્યારે ભરૂચ શહેરના મધ્યમાં પાંચબતી ખાતે મોંઘવારીના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આમઆદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ ઊર્મિ વાણાણી,ગોપાલ રણા,પીયૂસ પટેલ,આકાશ મોદી,સહિત ના હોદ્દેદારો અને કાર્યકરો એ પાંચબતી ખાતે ના મુખ્ય માર્ગ પર મોંઘવારીના પોસ્ટર સાથે ગળે ફાંસીનો ફંદો લગાવી કેન્દ્ર ની ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતું.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ

error: