Satya Tv News

ઉધના વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરણીતા પર બળાત્કાર કરી ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી 30 હજાર રૂપિયા પડાવનાર આરોપી સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત મળતી માહિતી પ્રમાણે, ઉધના પોલીસ સ્ટેશનની હદમાં આવેલી સંજયનગરમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને 3 સંતાન છે. આ પરિણીતા ઘરની સામેના મકાનમાં બકરા રાખે છે. થોડાં દિવસ પહેલા પરિણીતા ઘરમાં સફાઈ કામ કરતી હતી ત્યારે તે વિસ્તારમાં જ રહેતો અમીન મુલ્લા ખટીક ઘરમાં ઘુસી ગયો હતો અને તેની પર બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો.

પરણીતિતાને ધમકી આપી હતી કે, ‘કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ.’ ત્યાર બાદ પરણીતાને ફોન પર કહ્યું હતું કે, ‘મારી પાસે તારા ન્યૂડ ફોટા છે જો મને 30 હજાર રૂપિયા નહીં આપે તો ફોટો વાઈરલ કરી દઈશ.’ ત્યાર બાદ પરણીતા દ્વારા તેનો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. એટલે 21મી જુલાઈના રોજ પરિણીતા ઘરની બહાર આવતા તેને છેડતી કરી હતી. અમીનથી કંટાળીને પરણીતાએ આખરે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

error: