Satya Tv News

રાજકોટ દુ.ષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પાડોશમાં રહેતા યુવકે ભાઈને જાનથી મારવાની ધમકી આપી સગીરાને અગાસીએ બોલાવી હતી. અને બાદમાં તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. પીડિતા ગુમસુમ રહેતી હોય માતાએ પૂછતાં હકીકત બહાર આવી હતી. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગત અનુસાર, થોરાળા વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ઘરે હતી. દરમિયાન એક પાડોશી શખ્સે મોબાઈલમાં કોલ કરી અગાસી ઉપર બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદમાં પાડોશમાં રહેતા લાલો નામના યુવકનું નામ આપ્યું છે. ફરિયાદમાં તેણીએ કહ્યું હતું કે, તેઓ મૂળ જૂનાગઢના વંથલીના વતની અને હાલ રાજકોટના થોરાળા વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. પોતે હાલ છુટક સિલાઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

15 વર્ષની દીકરી થોડા સમયથી ગુમસુમ રહેતી હોવાથી તેને પુછપરછ કરી હતી. જેમાં દીકરીએ આપવીતી જણાવતા કહ્યું કે, તા.15/07 ના રોજ તેણી ઘરે હતી. ત્યારે પાડોશીમાં રહેતા લાલાએ મોબાઈલમાં ફોન કરી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી અગાસી ઉપર બોલાવી હતી. તેણી અગાસી પર જતાં જ લાલાએ તેને પકડી લઈ બળજબરી શરૂ કરી હતી. અને પોતાના વારંવાર ઈન્કાર છતાં જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો. આ સાથે જ કોઈને કહેવા પર ભાઈને મારી નાખવાની પણ ધમકી આપી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

error: