પેપર મેગેજીન માટે કરાવેલા આ ફોટોશૂટના કારણે રણવીર સિંહ વિરુદ્વ મુંબઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે મુંબઈ પોલીસમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર તેની ન્યુડ ફોટો દ્વારા “મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા” માટે FIR નોંધવા માટે અરજી કરવામાં આવી હતી. આ માહિતી અનુસાર, ફરિયાદી વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના નેતા અને એડવોકેટ અખિલેશ ચૌબે છે. તેઓ એક બિન-સરકારી સંસ્થા (NGO)ના પદાધિકારી પણ છે.