બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કોરોનાથી સંક્રમિત થયા છે. કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ચાર દિવસથી તેમને હળવો તાવ હતો. નીતિશ કુમાર સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવાનો હતો. જો કે, તેઓ જઈ શક્યા નહોતા. ત્યાર બાદ ભાજપ સાથેના રાજકીય સમીકરણોને લઈને કેટલાય પ્રકારની અટકળો વહેતી થઈ હતી.
નીતિશ કુમાર છેલ્લા 10 દિવસમાં ત્રણ મોટા કાર્યક્રમોથી દૂર રહ્યા હતા. આ જ કારણે કેટલાય પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આ અગાઉ 17 જૂલાઈના રોજ નીતિશ કુમાર અમિત શાહ દ્વારા આયોજીત કાર્યક્રમમાં પણ ભાગ લેવા પહોંચ્યા નહોતા.