કેન્સર, ડાયાબિટીસ સહિતની ગંભીર બીમારીઓની દવાઓ ઘણી જ મોંઘી મળી રહી છે. જેની અસર ગરીબ દર્દીઓ પર વધુ જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર આ ગંભીર બીમારીઓની દવાઓના ભાવમાં ઘટાડો કરી શકે છે. ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે આ અંગે જાહેરાત કરવામાં આવે તેવા અહેવાલો છે
હાલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વેપાર માર્જિન રેશનલાઇજેશન (ટીએમઆર) હેઠળ આવતી દવાઓની યાદીને અંતિમ રુપ આપવા માટે મોટી ફાર્મા કંપનીઓની બેઠક બોલાવી છે. ૨૬મી તારીખે આ બેઠક યોજાવાની છે. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દવાઓની કિમતોના ઘટાડા અંગે ચર્ચા કરી શકે છે. ખાસ કરીને કેંસર, ડાયાબિટીસ, કિડની કે હાર્ટની બિમારીઓ માટે ઉપયોગી સાબિત થતી દવાઓની કિમતો ઘટાડવામાં આવી શકે છે. જોકે આ અંગે કોઇ જ સત્તાવાર જાહેરાત સરકાર તરફથી હજુસુધી કરવામાં નથી આવી. આ માટે ટ્રેડ માર્જિન નક્કી કરવામાં આવી શકે છે.