Satya Tv News

ઝઘડિયા ઘરમાં ઊંઘેલા ઝેરી જીવજંતુએ ડંખ મારી લીધો
દીકરો જીવન મરણ વચ્ચે તો માતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં
રોજગારી મેળવવા આવેલું પરપ્રાંતીય પરિવાર ઉપર આફત..

ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે રોજગારી મેળવવા આવેલું પરિવાર પોતાના ઘરમાં ઊંઘતું હતું તે દરમિયાન દીકરાને ઝેરી જીવજંતુએ ડંખ મારી લેતા તેને સારવાર અર્થે ખસેડતા આઈસીયુમાં દાખલ કરતા પોતાના સંતાન પર આવી પડેલું દુઃખ માતા સહન ન કરી શકતા તેણીએ પણ આઘાતમાં જીવ ગુમાવ્યો છે જીવન મરણ વચ્ચે જ્યારે માતા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતક અવસ્થામાં રહી છે

ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે એક કોલોનીમાં શંકર કુરવે પોતાના પરિવાર સાથે રહેતા હતા તે દરમિયાન મોડી રાત્રે પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુએ શંકર કુરવેના દીકરાને ઝેરી જીવજંતુએ ડંખ મારી લેતા તેને પ્રથમ સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા બાદ હાલત અત્યંત નાજુક લાગતા વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેની હાલત અત્યંત નાજુક હોવાના કારણે આઈસીયુરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોતાના દીકરાની આવી સ્થિતિ જોઈ માતા પણ આઘાતમાં સરી પડી હતી

પોતાનો દીકરો સૂરજ જીવન મરણ વચ્ચે હોવાના નાતેર તેની માતાને પણ દીકરાનું શું થશે તેવી ચિંતામાં તે પણ ઢળી પડી હતી અને તાત્કાલિક તબીબોએ તપાસ કરતા તેને મરણ જાહેર કરી હતી અને દીકરાના વિરહમાં આઘાત લાગ્યો હોવાના કારણે હૃદય રોગનો હુમલાથી મોત થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે અને મૃતક માતાને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે જ્યારે સંતાન હજુ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સત્યા ટીવી ઝઘડિયા

error: