Satya Tv News

ભરૂચ જીવન જોખમે અભ્યાસ
અત્યંત જર્જરિત મકાનમાં ચાલતી શ્રેયસ સ્કૂલને સીલ કરાઈ
શાળામાં 80 બાળકો અભ્યાસ કરે છે
શાળા તાત્કાલિક બંદિશ કરાવી દેવાઈ

ભરૂચ શ્રેયસ હાઈસ્કૂલની દિવાલ ધરાસાઈ થઈ હતી ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ સ્કૂલ જર્જરિત અને જોખમી હોવાનો રિપોર્ટ આપ્યો હતો અને અત્યંત જર્જરિત મકાનમાં ચાલતી ભરૂચની શ્રેયસ સ્કૂલને સીલ પણ કરવામાં આવી છે

ભરૂચના હાજીખાના વિસ્તારમાં આવેલ શ્રેયસ હાઈસ્કૂલની દિવાલ ધરાસાઈ થતા સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી જોકે ઘટના સ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ સ્કૂલ જર્જરિત અને જોખમી હોવાનો રિપોર્ટ આપ્યો હતો જે બાદ તંત્ર દ્વારા સ્કૂલને સીલ મારવાની નોબત આવી હતી. સ્ફુલને સીલ મારવામાં આવતા સ્કૂલે આવતા ૮૦ જેટલા બાળકોના ભવિષ્યના ભાવિ સામે પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાની જાણ સ્થાનિકો એ વોર્ડના કોર્પોરેટર ચિરાગ ભટ્ટને કરતા કોર્પોરેટરે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લાશ્કરોની ટીમ ઘટના સ્થળે પોહોંચી સ્કૂલના બાળકો ને બહાર કાઢી બંધ કરાવી હતી.ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આ પ્રકારની જર્જરિત શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકોને જો દીવાલ ધરાસાઈની ઘટનામાં કોઈ જાનહાની થઇ હોત તો જવાબદારી કોની તેવી બાબતો પણ ઘટનાક્રમ બાદથી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની હતી

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ

error: