Satya Tv News

શ્રમિક નું મોત ક્યાં કારણસર થયુ છે તે તપાસ નો વિષય
વાગરા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમિકલ ઝોન માં આવેલ એક કંપની ની બિલ્ડીંગ પર થી પડી જતા એક બિહારી કામદાર નું કરૂણ મોત નિપજ્યુ હતુ.બનાવ અંગે વાગરા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વાગરા તાલુકામાં આવેલ સાયખાં કેમિકલ ઝોનમાં અનેક કંપનીઓ એ કન્સ્ટ્રક્શન નું કામ હાથ ધર્યું છે.તે પૈકી એકટીમો પ્રા લિમિટેડ કંપની માં પણ હાલ સિવિલ કામ ચાલી રહ્યુ છે.ગતરોજ સાંજના સાડા આઠ વાગ્યે કંપની માં કામ કરતા કામદારો નિત્યક્રમ મુજબ જમવાનું બનાવતા હતા.એ દરમિયાન અંજય પ્રસાદ દેવનંદન પ્રસાદ ઉ.વ. ૩૮ રહે બકલારી, થાના ગુથણી, જી. શિવાન બિહાર પોતાનો મોબાઈલ ફોન જોતો હતો.તેવા સમયે એકાએક અંજય પ્રસાદ કંપની બિલ્ડીંગ ના પહેલા માળ ઉપરથી નીચે ગ્રાઉન્ડ ફ્લોરની સીડી પર પટકાતા ડાબા પગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.ઇજાગ્રસ્ત અંજય પ્રસાદ ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડતા ફરજ પર ના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ખરેખર કંપનીમાં કામદાર નું મોત પડી જવાથી કે અન્ય કોઈ કારણોસર થયુ છે તે તપાસના અંતે ખબર પડશે.હાલતો વાગરા પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: