Satya Tv News

બોટાદ, ધંધુકા સહિતના ત્રણ જિલ્લાઓમાં થયેલાં લઠ્ઠાકાંડ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હર્ષ સંઘવીએ ઝેરી લઠ્ઠાકાંડને કેમિકલકાંડ ગણાવ્યો હતો અને સાથે એમ પણ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા રોજીદ સહિતના ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરવામાં આવતાં ઝેરી કેમિકલ વેચવા માટે મજબૂર બન્યા હતા. સાથે હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કેસ મામલે 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરાશે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેમિકલકાંડનો કેસ ચાલશે. તેમજ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું.

હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું કે, આ ઘટનાથી હું અત્યંત દુઃખી છું. અમદાવાદની એક કેમિકલ કંપનીમાંથી કંપનીના કર્મચારી દ્વારા 600 લિટર ઝેરી કેમિકલ ચોરીને બોટાદ જિલ્લાના અલગ-અલગ ગામોમાં આ કેમિકલ વેચ્યું હતું. આ કેમિકલકાંડને કારણે 42 નાગરિકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 97 જેટલાં નાગરિકો સારવાર હેઠળ હોવાનું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

error: